Skip to main content
Settings Settings for Dark

ભાજપા દ્વારા લોકસભા - 2019ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે કાર્યશાળાનું આયોજન

Live TV

X
  • ભાજપાની વિશેષ ટીમ રાજ્યની 26 લોકસભા બેઠકો પર જઇને બુથ કાર્યકર્તા, પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધીઓને મળીને માર્ગદર્શન આપશે

    ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા - 2019ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રવિવારે સવારે 10:30 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ્ ગાંધીનગર ખાતે લોકસભાની ચૂંટણીનું આકલન કરવા માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોકસભા ચૂંટણી જીવતા માટે 20 મુદ્દાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. આ મુદ્દા લઇને એક વિશેષ ટીમ રાજ્યની 26 લોકસભા બેઠકો પર જઇને બુથ કાર્યકર્તા, પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધીઓને મળીને માર્ગદર્શન આપશે. બેઠક અંગે માહિતી આપતા આઇ કે જાડેજાએ જણાવ્યું હતું કે આ વિશેષ ટીમમાં ચાર થી પાંચ સભ્યો હશે. જેમાં એક યુવા નેતા અને એક મહિલા નેતાનો સમાવેશ કરવામાં આવશે. કમલમ્ ખાતે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતું વઘાણી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓએ ટીમને માર્ગદર્શન પુરું પાડ્યુ હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply