ભાડજ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 'સેવા, સંકલ્પ અને સમર્પણ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
Live TV
-
હાથ ધરવામાં આવેલા 'મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ' અંતર્ગત પચાસ લાખ વૃક્ષો વાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરી લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાડજ ખાતે 'સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન' હેઠળ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિતના ઉચ્ચ મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરતા પૂર્વે ઉપસ્થિત સામાન્ય નાગરિકો સાથે સહજ ભાવે મુલાકાત કરી સીધો સંવાદ સાધ્યો હતો.અંદાજે 85000 ચો.મી.ના ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં 66,600 ચો.મી. વિસ્તારમાં એક લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં 38થી વધુ પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે અને ત્રિફળા વન ઊભું કરવામાં આવશે.
આ ગ્રીન ઇનિશિયેટિવ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિનેશ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, રાજકીય અગ્રણી પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્યઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત AMCના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એએમસી દ્વારા વર્ષ 2019માં 'મિશન મિલિયન ટ્રીઝ' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ મિશનના લક્ષ્યાંકમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે, અને આ વર્ષે અમ્યુકો દ્વારા '50 લાખ વૃક્ષો' વાવવાનો સંકલ્પ સિદ્ધ કરીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સાર્થક કરી છે.
