Skip to main content
Settings Settings for Dark

ભાદરવી મહાકુંભમાં વરસાદ વચ્ચે ભક્તોનું ઘોડાપૂર

Live TV

X
  • અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો આજે પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યાામાં ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરમાં દર્શન અને ધ્વજારોહણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માઈભક્તો માટે સવારે 6થી 10 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા રહેશે. ત્યાર બાદ સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. આવતીકાલથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ પુન: શરૂ થઈ જશે. 

    અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભના છઠ્ઠા દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,15,939 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. આ સાથે છ દિવસમાં કુલ 36,16,952 ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

    મેળામાં અત્યાર સુધી 55,488 ભક્તોએ ઉડન ખટોલામાં મુસાફરી કરી છે. જ્યારે 5,53,818 યાત્રિકોએ બસ દ્વારા યાત્રા કરી છે. કુલ 12,592 બસ ટ્રિપ્સ થઈ છે. મેળા દરમિયાન 2,501 ધ્વજારોહણ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 3,22,452 લોકોને વિવિધ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી છે. વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ હોવા છતાં ભક્તો વરસતા વરસાદમાં પણ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

    દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે પણ આજે માતાજીના દર્શન કર્યા હતાં.આ વર્ષે માતાજીને 2,626 ફૂટની ધજા માતાજીને ચઢાવવામાં આવી હતી. ગ્રહણના કારણે આજે સાંજે 5 વાગે દર્શન સંપૂર્ણ બંધ થશે અને આવતીકાલે સવારે 8 વાગે માતાજીની આરતી થશે. આજે મેળાના છેલ્લા દિવસે આરોગ્ય, વન, સહિત વિવિધ વિભાગો તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી. સાત દિવસનો મેળો વિના વિધ્ને પૂર્ણ થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply