ગાંધીનગરમાં ભારે વરસાદ, હરસોલી ગામના લોકોનું કરાયું સ્થળાંતર
Live TV
-
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.. ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. શાહપુર બ્રિજ સહિત તમામ મુખ્ય બ્રિજ પર હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અઘટિત ઘટનાને ટાળી શકાય. આ ઉપરાંત, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ મેશ્વો નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાતા દહેગામ તાલુકાના હરસોલી ગામના 23 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું...
વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ઝાડ પડવાની ઘટનાઓ બની છે. સરગાસણ અને તારાપુર વચ્ચેના એસ.જી. હાઇવે પર તેમજ એસ.પી. ઓફિસ પાસે રોડ નંબર 7 પર ધરાશાયી થયેલાં મોટાં ઝાડને વન વિભાગ દ્વારા તાત્કાલિક હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.
