ભાવનગરઃ કોલેજના વિધાર્થીઓએ પ્લાસ્ટિક કચરા અને ફ્લાય એશનો ઉપયોગ કરી પેવર બ્લોક બનાવ્યા
Live TV
-
આજના યુવાઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે દિશામાં અનેક કામગીરીઓ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના વિદ્યાર્થીઓએ પણ ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી મલ્ટી પર્પઝ પેવર બ્લોક બનાવ્યા છે.
આજના યુવાઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે દિશામાં અનેક કામગીરીઓ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના વિદ્યાર્થીઓએ પણ ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી મલ્ટી પર્પઝ પેવર બ્લોક બનાવ્યા છે. ભાવનગર શહેરની જ્ઞાનમંજરી એન્જીનિયરીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક બોલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી પર્યાવરણને અનુકુળ ટકાઉ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. આ પેવરબ્લોક સિમેન્ટના પેવર બ્લોક જેટલા જ મજબૂત અને વજનમાં હળવા છે.
હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સતત વધી રહ્યો છે જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વધી રહેલા પ્રદૂષણને રોકવા વિશ્વભરના વિજ્ઞાનિકો પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલી જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્લાસ્ટિકનો નિકાલ શોધી લીધો છે. આ વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી પર્યાવરણને અનુકુળ ટકાઉ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે.હાલમાં ઔદ્યોગિક અને પ્લાસ્ટિક ઘન કચરો પર્યાવરણ માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. આ પ્લાસ્ટિકને નષ્ટ કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ પણ ક્યાંય ઉપયોગમાં નથી આવતો. જ્યારે હાલમાં બની રહેલા પેવર બ્લોક સિમેન્ટ અને રેતીમાંથી બનાવવામાં આવે છે. જે બનાવવા માટે મોટા પાયે રેતી અને લાઇમ સ્ટોનનું ખનન થઈ રહ્યું છે જે પર્યાવરણ માટે નુકશાન કારક છે. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જીન્યરીંગ કોલેજના સિવિલ એન્જીન્યરીંગ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ અનસેગ્રીગેટેડ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ દાણાનો ઉપયોગ કરીને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે.
આ વિદ્યાર્થીઓ દ્વારા જે પેવર બ્લોક બનાવવામાં આવે છે એ હાલમાં ઉપયોગમાં લેવાતાં કોંક્રીટ પેવર બ્લોક જેટલા જ મજબૂત છે અને જેનો ઉત્પાદન ખર્ચ પણ ખૂબ ઓછો છે. જ્યારે કોંક્રીટ પેવર બ્લોક કરતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પેવર બ્લોકનું વજન પણ ખૂબ ઓછું છે. વિદ્યાર્થીઓ જે પેવર બ્લોક બનાવે છે એ માટે ફ્લાઈ એશ અને વેસ્ટ પ્લાસ્ટિકની જરૂર રહેતી હોવાથી આ વેસ્ટ કચરાનો પણ સમયાન્તરે નિકાલ થતો રહશે અને જેનો પર્યાવરણને ખૂબ ફાયદો થશે.
