Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, બે દિવસ બાદ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા

Live TV

X
  • રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં 41.8 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી તેમજ ભૂજમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ગરમીમાં વધારો થવાની સંભાવના નહીવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. જો કે, બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 15 એપ્રિલ સુધી હિટવેવની સંભાવના નહીવત છે. જો કે, 16 એપ્રિલે કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે તેમ તેમણે જણાવ્યું હતું. 

    આરોગ્ય ખાતાએ ગરમીનું પ્રમાણ વધતાં તેમજ લૂ લાગવાથી બચવા જાહેર જનતાને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. જેમાં ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું તેમજ પુષ્કળ પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે. નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો તેમજ અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં અને જરૂર જણાય ત્યારે અવાર-નવાર ભીના કપડાંથી શરીર લુછવાનું પણ સુચન કરવામાં આવ્યું છે. લાઈટ કલરના અને લૂઝ કોટનનાં કપડાં પહેરવા અને બપોરનાં સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવું હિતાવહ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply