ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ચેકડેમમાં ગરકાવ થઈ જતા ત્રણ યુવકોના મોત
Live TV
-
યુવકો રંગોથી રમ્યા બાદ ગામથી નજીક આવેલા ચેકડેમમાં નહાવા ગયા હતા
સોમવારે દેશભરમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે માતમ છવાયું હતું. ગામના ત્રણ યુવકો રંગોથી રમ્યા બાદ ગામની નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ, ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ડૂબી જતાં ત્રણેય યુવકોના મોત નિપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ફાયરની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. આ ત્રણેયના યુવકોના મૃતદેહો બહાર કાઢીને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક છવાયો છે.
