Skip to main content
Settings Settings for Dark

ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી તાલુકાના, 7 લાખથી વધુ લોકોને મળશે પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી

Live TV

X
  • પાણી પુરવઠા અને વિતરણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પાણી પુરવઠા વિભાગ અંતર્ગતની રૂ. 287 કરોડથી વધુના ખર્ચે બનનાર 3 યોજનાઓના ખાતમુહુર્ત કરવામાં આવશે. 

    જેમાં રૂ.131.94 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ તેમજ ધોળીધજા ડેમ આધારિત એસ-2 એસ-3 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.89.33 કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા- ચાવંડ જુથ સુધારણા યોજના અને રૂ.65.774 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જેસર જુથ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વલ્લભીપુર તથા ડેમ આધારિત જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં 6 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, હેડ રેગ્યુલેટર અને કલેકટીંગ માટે 3 કુવા, 533 કિ.મી.થી વધુમાં પી.વી.સી. પાઇપલાઇનની કામગીરી, જુદા જુદા પંપીંગ સ્ટેશન પર વિવિધ ક્ષમતાના 9 ભૂગર્ભ સંપ, પાંચ લાખ લીટર અને 20 મીટર ઊંચી પાણીની 2 ટાંકી, 7 પંપ હાઉસ, 800 મીટરની કમ્પાઉન્ડ, 400 મી. આર.સી.સી રોડ, વીજળીકરણ, પંપીંગ મશીનરી અને ગ્રામ્ય સ્તરે વિવિધ ક્ષમતાના 114 ભૂગર્ભ સંપની કામગીરી કરવામાં આવશે. આ યોજનાથી લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 170 ગામો સહિત 1 શહેરના, આશરે 5.79 લાખથી વધુ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા આપી શકાશે.

    અમરેલી જિલ્લાની લાઠી, લીલીયા, ચાવંડ જુથ સુધારણા યોજના હેઠળ અંદાજિત રૂ. 89.33 કરોડના ખર્ચે 6 ભૂગર્ભ સંપ,8 આર.સી.સી. ઉંચી ટાંકી, 4 પંપ રૂમ, 72 કિમી રાઈઝિંગ (ડી.આઇ.) તથા 130 કિ.મી. ગ્રેવિટી (પી.વી.સી.) મેઈન પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ તેમજ આનુષંગિક કામો હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં લાઠી, લીલીયા, બાબરા તાલુકાના 1.5 લાખથી વધુ લોકોને પીવાલાયક પાણી મળશે.

    25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શેત્રુંજી જેસર જૂથ યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ યોજનામાં શેત્રુંજી જળાશયને મુખ્ય સ્ત્રોત તરીકે લઈ રૂ. 65.774 કરોડના ખર્ચે શેત્રુંજી જળાશય ખાતે 1 ઇન્ટેક વેલ, 8 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ, 36 લાખ લિટરનો આર.સી.સી. સંપ, 2 સંપ બુસ્ટર, ગ્રામ્ય સ્તરે 50 હજાર થી 20.50 લાખ લી.ના 10 સંપ, 28 કી.મી રાઈઝીંગ તથા 51 કિ.મી ગ્રેવિટી મેઈન પાઇપલાઇન તથા ઈન્ટેક વેલ પર બુસ્ટીંગ સ્ટેશન અને પંપીંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં જેસર તાલુકાના જેસર,પીપરડી, રાણીગામ, દેપલા, પા, રાણપરડા(ચોક), હિપાવડલી, કાત્રોડીયા, ઝડકલા,ઘોબા ગામના અંદાજે 60 હજાર લોકોને નિયમિત શુદ્ધ પાણી મળશે.

    રાજયમાં છેલ્લા એક વર્ષમાં 899 ગામોને સમાવેશ કરતી અંદાજીત રૂ.1238 કરોડની, 25 જૂથ પાણી પુરવઠા અને ફળીયા કનેક્ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂ.376 કરોડનાં બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂ.2080 કરોડ નાં બલ્ક પાઈપલાઈનનાં કામો પ્રગતિ હેઠળ છે. આમ, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતા પુત્ર, એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "હર ઘર જલ” ના સપનાને સિધ્ધ કરવા સાથે, ગુજરાતમાં સમર્થ પાણી માળખું ઊભું કરવાના સંકલ્પને રાજય સરકાર પરિપૂર્ણ કરવા આગળ વધી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply