વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજુ કરેલ વાહનવ્યવહાર વિભાગનું વર્ષ 2024-25નું રૂ.3370.33 કરોડનું બજેટ વિધાનસભા ખાતે સર્વાનુમતે મંજુર
Live TV
-
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહનની સેવા અસરકારક બનાવવા મુખ્ય ચાર પાયાસ્તંભ (એસ.ટી. પરિવાર, બસ, બસ સ્ટેશન, તથા ટેક્નોલોજી) ને પ્રાધાન્ય આપી પરિણામલક્ષી કામગીરી કરી છે. એક વર્ષમાં દૈનિક મુસાફરો 25 લાખથી વધી 27 લાખ થયા છે એટલે કે દૈનિક 2 લાખ મુસાફરો વધ્યાં છે. જે દર્શાવે છે કે એસ.ટી. પર ગુજરાતની પ્રજાનો ભરોસો વધ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, વાર-તહેવાર, રાત-દિવસ જોયા વગર ગુજરાત રાજ્યનું જાહેર પરીવહન ધબકતું રહે તે માટે સદાય કાર્યશીલ એસ.ટી.ના 36000થી વધુ કર્મચારીઓનો વાહન વ્યવહાર મંત્રીએ બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો. નિગમની નિતી અનુસાર વર્ષ 2011 પહેલા અવસાન પામેલ નિગમના 240થી વધુ કર્મચારીઓના આશ્રિતને આગામી ટુંક સમયમાં ક્લાર્કની કક્ષામાં નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવશે.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મંજુર સંચાલનની સાથોસાથ 2800 થી વધુ નવી ટ્રીપ ચાલુ કરવા કુલ 4062 ડ્રાઇવર, 3342 કંડકટર, 2827 મિકેનિક, 1696 ક્લાર્ક કુલ મળી 11,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 માં 2500 નવીન બસો ખરીદવામાં આવશે કે જેનાથી 700 જેટલા નવા શિડ્યુઅલ શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં SOU સહિત રાજ્યના શહેરોમાં પણ આધુનિક ડબલ ડેકર બસ દોડાવવાનું આયોજન. ટેકનોલોજીના માધ્યમથી એક જ મોબાઇલ એપ્લીકેશન થકી નિગમની તમામ ડીઝીટલ સેવા ઉપલબ્ધ બનશે જેના થકી દરરોજ 27 લાખ લોકોને બસ વિશે Real Time ઇન્ફોર્મેશન મળી રહેશે.
