Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહેસાણા ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. 

    વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે. 

    આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે ₹2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે. 

    પ્રધાનમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં ₹310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત ₹1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત ₹1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.  

    બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત ₹394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે,  જેનું લોકાર્પણ આજે પ્રધાનમંત્રીના હસ્તે થશે. 

    જળ સંસાધન વિભાગ હેઠળ ₹1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ₹248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

    આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ₹2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના ₹1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના ₹612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply