Skip to main content
Settings Settings for Dark

ભુજના જેબુનીશા ખત્રીને સરકારે માર્કેટીંગ પ્લેટફોર્મ આપતા બાંધણીના બિઝનેસને મળી નવી ઓળખ

Live TV

X
  • ચાર પેઢીથી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના જેબુનીશાબેન ખત્રી ઘેરથી બાંધણીની વિવિધ પ્રોડક્ટના વેંચાણનું કામ કરતા હતા પરંતુ રાજ્ય સરકારનો સાથ મળતા આજે ભુજના જેબુનીશાબેન પોતાનો વ્યવસાય સમગ્ર ભારત સુધી વિસ્તારી શક્યા છે.

    કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા માર્કેટીંગ પ્લેટફોર્મ થકી તેમને ઓળખ મળતા તેમની સિમિત આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અંગે જેબુનીશાબેન ખત્રી જણાવે છે કે, બંધેજનું કામ અમારા લોહીમાં છે. અમારી ચાર પેઢી બાંધણીની કલા-કારીગરી સાથે સંકળાયેલી છે. સાડી, દુપટ્ટા, ડ્રેસ, કુર્તા જેવી અનેક વેરાયટી અમે બનાવીએ છીએ. કંઇક આવક થઇ શકે તે માટે હું ઘર બેઠા જ આ બધી પ્રોડક્ટનું વેંચાણ કરતી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા તથા કારીગરોને અપાતા યોજનાકીય પ્રોત્સાહન થકી મને પણ ખૂબ લાભ થયો છે. ઘરની ચાર દિવાલ બહાર નીકળીને આજે હું મારા નાનકડા બિઝનેસ દેશના વિવિધ રાજ્યોના ગ્રાહકો સુધી લઇ જઇ શકી છું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતાં વેચાણ મેળામાં ભાગ લઇને સમગ્ર ભારત સુધી કચ્છની બાંધણીને ઓળખ અપાવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, પહેલા ભુજ સુધી ગ્રાહકો સિમિત હતાં પરંતુ હવે અનેક રાજ્યોમાં વેચાણમેળામાં ભાગ લીધો હોવાથી ઘર બેઠા ઓર્ડર મળતા રહે છે. આમ, ઘર બેઠા થતી સિમિત આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહકો સાથે સીધું જોડાણ હોવાથી નફો પણ સારો મળી રહે છે. તેમણે માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply