Skip to main content
Settings Settings for Dark

ભૂપેન્દ્ર પટેલ આજે અમિત શાહની અધ્યક્ષતામા યોજાનારી બેઠકમાં જોડાવા દીવ જશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થામાં આજે  દીવમાં આ બેઠક યોજાવાની છે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે. દીવ ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૫મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થશે. મુખ્યમંત્રી સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં સહભાગી થશે.\ કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીને કારણે ર૦ર૦ અને ર૦ર૧માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ૨૪મી બેઠક  ૨૦૧૯માં ગોવા ખાતે અને ૨૩મી બેઠક ૨૦૧૮મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply