જામનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ અર્પણ કરાયા
Live TV
-
જામનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના નેજા હેઠળ રાજ્યમાં કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધીઓ, ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતાં. મા અમૃતમ યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના અને દિવ્યાંગ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતાં. તે બદલ લાભાર્થીઓએ સરકાર તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશની જનતાને સુખાકારી માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને જરૂરીયાતમંદોને મળી રહ્યો છે.
