ભેજ-વરસાદના કારણે ગુજરાતમાં ચીકુના પાકને વ્યાપક નુકશાન
Live TV
-
દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ આમ છ રાજ્યોમાં ચીકુનું ઉત્પાદન થાય છે. જેમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા દક્ષિણ ગુજરાતના ચીકુની મીઠાસ દેશભરમાં વખણાય છે.
જો કે આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ચીકુની મીઠાશને ઘણી અસર થઈ છે. ત્રણ દિવસથી ભેજવાળા વાતાવરણના કારણે ચીકુના ઉત્પાદનમાં 25%ના ઘટાડા સાથે ચીકુના સ્વાદ પર માઠી અસર થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે.
ચીકુના આકાર નાના થતા અને મીઠાને અસર થતા ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવમાં પણ અસર થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચીકુનું માર્કેટ સમગ્રદેશ સાથે જોડાયેલું છે રાજ્યના સૌરાષ્ટ્રમાં અંદાજીત 45 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય છે જે માત્ર લોકલ માર્કેટમાં સપ્લાય થાય છે, પરંતુ આ વખતે ચીકુના પાકને અસર થતાં ઓછી ગુણવત્તા વાળા ચીકુ પોષણક્ષમ ભાવ રળી આપી નહી શકે તેવી ભીતી સેવાઇ રહી છે.
