મણિનગર ઝોન પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની કુલ સંખ્યા 10 થઇ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મીડિયાને સંબોધતાં જણાવ્યું છે કે અમદાવાદ પાલિકા દ્વારા એક વધુ વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હવે મણિનગર ઝોન પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થતાં શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની કુલ સંખ્યા 10 થઇ છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના ગાંધીપુલ, નહેરૂબ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકર બ્રિજ, દધિચી બ્રિજને ટ્રાફિક અને અવરજવર માટે સંપુર્ણ બંધ કરવામાં આવ્યા છે. માત્ર સુભાષ બ્રિજ અને એલિસબ્રિજ પરથી સરકારી કામ કરનારા પાસધારકો તપાસને અંતે અવરજવર કરી શકશે.મ્યુનિસિપલ કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 4મે પછીના લોકડાઉન અંગે માર્ગદર્શક સુચનાઓ આપી ચુકી છે. રાજ્ય સરકાર આજે વિસ્તૃત માર્ગદર્શક સુચનાઓ જાહેર કરશે. અમદાવાદ શહેરમાં તે માર્ગદર્શક સુચનાઓ મુજબ લોકડાઉનનું પાલ કરવાનું રહેશે. તેમણે જણાવ્યું છે કે 10 કન્ટેનમેન્ટ ઝોનમાં 100 ટકા લોકડાઉનનું પાલન થાય તે જરૂરી છે. ઝોન દીઠ એક વરિષ્ઠ અધિકારીને લોકડાઉન પાલન પર નજર રાખવાની કામગીરી સોંપવામાં આવી છે.
