Skip to main content
Settings Settings for Dark

ગ્રીન-ઓરેન્જ ઝોનમાં બ્યૂટી પાર્લર, હેરકટિંગ સલૂન, ચાની દુકાનો ચાલુ કરી શકાશે : CMO સચિવ અશ્વિની કુમાર

Live TV

X
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે. રાજ્યભરમાં માવા-પાનની દુકાન રહેશે બંધ.

    રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5054 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. બપોર બાદ રાજ્ય સરકારે ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે આ નિર્ણયને પગલે  અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે. 
    સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમાં 6 મહાનગરપાલિકા અને 6 નગરપાલિકાઓમાં અગાઉની શરતો પણ યથાવત્ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે. રાજ્યભરમાં માવા-પાનની દુકાન રહેશે બંધ. મોલમાં દુકાનો તબક્કાવાર ખુલી શકશે. ગ્રીન-ઓરેન્જ ઝોનમાં બ્યૂટી પાર્લર, હેરકટિંગ સલૂન, ચાની દુકાનો ચાલુ કરી શકાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે. આ સમયમાં બિનજરૂર બહાર નીકળી શકાશે નહીં.

    રેડ ઝોનના જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓનું જેવી કે દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટનું  વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં. ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચા ની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર(1+2) જ બેસી શકશે. ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચાની દુકાન અને ટેક્સી-કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર (1+2) જ બેસી શકશે. તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ST બસ સેવા શરૂ કરી શકાશે જો 30થી વધુ મુસાફર હશે તો ડ્રાઈવર કંડકટર સામે ગુનો દાખલ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply