ગ્રીન ઝોનમાં ઑરેન્જ અને રેડઝોનમાંથી કોઈને અનઅધિકૃત પ્રવેશ નહીં મળે : શિવાનંદ ઝા
Live TV
-
શેલ્ટરહોમમાં રખાયેલા લોકો પ્રથમ પ્રવાસ કરશે, આવા લોકોએ પાસ મેળવવાના રહેશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પાટનગરમાંથી સંબોધેલી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉન યથાવત છે. દરમિયાન જે લોકો ગ્રીન ઝોનમાં છે તે અનિધીકૃત રીતે બીજા જિલ્લા કે ઝોનમાં નહીં જઈ શકે તેવી જ રીતે ઑરેન્જ કે રેડ ઝોનમાંથી અન્ય કોઈ વ્યક્તિને ગ્રીન ઝોનમાં અનઅધિકૃત પ્રવેશ નહીં મળે. વધુમાં જે પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં જવા માંગે છે તેમણે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પાસ રાખવા પડશે. પાસ વગરનાં લોકો પર કાર્યવાહી થશે.શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે રાજ્યમાંથી સરકાર દ્વારા જે લોકો પરપ્રાંતીય છે અને ખાસ ટ્રેનમાં જવા માંગે છે, તેમાં શેલ્ટર હોમમાં રખાયેલા પરપ્રાંતીયોને પ્રથમ મોકલવામાં આવશે. ત્યારબાદ નોંધણી મુજબ ટ્રેનમાં લોકો નીકળશે. પરંતુ આવા લોકોએ પણ મંજૂરીઓ લેવાની રહેશે.શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યના રેડ ઝોનમાં લૉકડાઉનને કડકાઈથી લાગુ કરાશે. રેડઝોનને કોર્ડન કરવામાં આવશે. આ ઉપરાંત ઑરેંજ ઝોનમાં પણ શાકમાર્કેટ અને ગ્રોસરી સ્ટોર્સ પર પણ પોલીસ સખત પેટ્રોલીંગ કરશે.શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે રાજ્યમાં પણ લૉકડાઉના કારણે આંતર જિલ્લામાં આવશ્યક મુસાફરી કરવા માટે પાસ અથવા મંજૂરી જરૂરી છે. જે લોકો પાસે પાસ હશે તે જ આ પ્રવાસ કરી શકશે. અથવા તો મંજૂરી હશે તે જ પ્રવાસ કરી શકશે.
