લોકડાઉનમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ખાસ મહત્વના સમાચાર, જાણો કેવી રીતે પરત ફરશો
Live TV
-
લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા ગુજરાતના યાત્રિકો – વિદ્યાર્થીઓ રાજ્યમાં પરત આવવા જરૂરી મદદ માટે સ્ટેટ કંટ્રોલરૂમ નંબર 079-23251900 પર સંપર્ક કરી શકશે.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વહિવટીતંત્ર દ્વારા અન્ય રાજ્યોના સંકલનમાં રહિ અત્યાર સુધી ૩ હજાર જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લવાયા છે.. ત્યારે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા ગુજરાતના યાત્રિકો – વિદ્યાર્થીઓ રાજ્યમાં પરત આવવા જરૂરી મદદ માટે સ્ટેટ કંટ્રોલરૂમ નંબર 079-23251900 પર સંપર્ક કરી શકશે.
ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો સ્વખર્ચે વતન રાજ્ય જવા ઇચ્છતા હોય તેમણે જિલ્લા તંત્રના કંટ્રોલરૂમ ૧૦૭૭ પર વિગતો નોંધાવી જરૂરી પાસ-મેડીકલ ચેકઅપની સુવિધા મેળવવાની રહેશે ..આઠ IAS આઠ IPS વરિષ્ઠ અધિકારીઓને વિવિધ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે
આ અધિકારીઓ અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો-લોકોની જે-તે રાજ્યમાં જવાની વ્યવસ્થામાં સંબંધિત રાજ્યના વહિવટીતંત્રના પરામર્શમાં રહિને મદદરૂપ થશે ..અન્ય રાજ્યોના શ્રમિકોને રેલ્વે ટ્રેન દ્વારા સ્વખર્ચે વતન રાજ્ય જવાની વ્યવસ્થા કરવામાં આવી
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, હજુ પણ જે લોકો લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોમાં અટવાયેલા છે તેમને ગુજરાત પરત લાવવાનું વ્યવસ્થાતંત્ર મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારે ગોઠવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રોજી-રોટી માટે વસેલા ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિસા સહિતના રાજ્યોના શ્રમિકો પણ વર્તમાન લોકડાઉન સ્થિતીમાં પોતાના સ્વખર્ચે વતન જવા માંગતા હોય તો તેઓ જે-તે જિલ્લા વહિવટીતંત્રના કંટ્રોલરૂમ ૧૦૭૭ પર પોતાની વિગતો નોંધાવીને જરૂરી પાસ તથા મેડીકલ ચેકઅપની સુવિધા મેળવી શકશે, તેમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આવા અન્ય પ્રદેશો-રાજ્યોના શ્રમિકો મોટા પ્રમાણમાં વસેલા છે. તેમને રાજસ્થાન, ઓરિસા, મધ્યપ્રદેશ વગેરે વતન રાજ્યમાં બસ દ્વારા મોકલવામાં આવ્યા છે. હવે, ભારત સરકારની ગાઇડ લાઇન્સ મુજબ રેલ્વે ટ્રેન દ્વારા આવા શ્રમિકોને પરત મોકલવાની શરૂઆત કરવામાં આવી છે.
શ્રી અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી ટ્રેનમાં મુસાફરી માટેની ટિકીટ જે-તે શ્રમિકે પોતે ખરીદવાની રહેશે. એટલું જ નહિ, માત્ર જિલ્લાતંત્રના કંટ્રોલરૂમમાં નોંધાયેલા શ્રમિકોને જ આ વ્યવસ્થા અંતર્ગત જવા દેવાશે. આ આખીયે પ્રક્રિયા સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તબક્કાવાર હાથ ધરીને ક્રમબદ્ધ પૂર્ણ કરવામાં આવશે જેથી કોઇ જ પરપ્રાંતિય શ્રમિક કંટ્રોલ રૂમમાં નોંધણી બાદ વતન રાજ્ય જવા માટે ભીડભાડ ન કરે કે ઉતાવળ ન કરે તે આવશ્યક છે એમ પણ તેમણે
ઉમેર્યુ હતું.
