મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાના દર્શને ઉમટ્યા ભક્તજનો
Live TV
-
સનાતન ભારતીય સંસ્કૃતિમાં વૈષ્ણવ મંદિરોમાં, સ્વામિનારાયણ મંદિરોમાં અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનના મંદિરોમાં ભગવાનને અવનવા હિંડોળામાં ઝુલાવવામાં આવતા હોય છે. ભાવિક ભક્તજનો દ્વારા જુદી જુદી સાત્વિક ચિજવસ્તુઓ અને ફુલોથી ભગવાનના કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે.
અમદાવાદ શહેરના અનેક સ્વામિનારાયણ મંદિરોમાં પણ જાતભાતના હિંડોળા સજાવવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં મણિનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિરમાં સુકા મેવાના હિંડોળા બનાવી ભક્તજનોએ ભગવાનને ઝુલાવ્યા હતા.
પ્રાચીન સંસ્કૃતિમાં ઋષિમુનીઓ દ્વારા ભક્તોનો ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ વધારવા આ પરંપરા શરૂ થઈ હોવાનું સાધુ પ્રશાંત સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. ઉપરાંત મંદિરમાં હિડોળા સિવાય પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.
