Skip to main content
Settings Settings for Dark

મધર્સ ડે પર માના સંઘર્ષની ગાથા

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. દુનિયામાં માતાએ ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે.. ત્યારે તાપીના નર્મદાબેન ચૌધરી પણ પોતાના સંતાન માટે છેલ્લાં ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યાં છે..

    મે મહિના નો બીજો રવિવાર સમગ્ર વિશ્વમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. દુનિયામાં માતાએ ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે. અહીં વાત છે એક એવી માતાની કે જે પોતાના લાચાર પુત્ર માટે છેલ્લા ઘણા વર્ષો થી સંઘર્ષ કરી રહી છે. પરંતુ હસતા મોઢે તે પોતાના પુત્રની સેવા કરે છે. આ માતા નું નામ છે નર્મદાબેન ચૌધરી. તે તાપી જિલ્લા ના વાલોડ તાલુકા માં આવેલ મોરગામ ના મોટા ફળિયા માં રહે છે. તેમને સંતાન માં 2 પુત્રો છે.જેમાં નાનો પુત્ર નીરવ જ્યારે 8 વરસનો હતો અને ત્રીજા ધોરણ માં ભણતો હતો ત્યારે બીમાર પડ્યો હતો અને અચાનક તે બન્ને પગે ચાલી ના શક્યો અને આજે ચાર વર્ષ થયા તે 12 વર્ષ નો થયો હોવા છતાં ચાલી નથી શકતો. તેથી માતાએ એને તેડી ને જ ચાલવું પડે છે. પોતાની દરેક રોજિંદી ક્રિયાઓ નીરવ પથારી માં જ કરે છે.જમવા થી લઈને તમામ કામ અને તેની તમામ દેખરેખ માં રાખે છે. પુત્રની આ હાલત ના કારણે માતા હવે ખેતરે પણ નથી જતી અને ઘરે જ રહે છે. હસતા મોઢે એક માતા પોતાના દીકરાની તમામ જવાબદારી ઉઠાવે છે.અને હજુ પણ આશા નથી છોડી અને તેમને વિશ્વાસ છે કે તેમનો દીકરો એક દિવસ સારો થઈ જશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply