Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Live TV

X
  • 'મેરા જીવન હી મેરા સંદેશ હૈ' નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી રાઘવજી પટેલ,સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને 'વિશ્વ અહિંસા દિવસ' તરીકે પણ ઉજવવાની પહેલ કરવામાં આવી છે.

    મંત્રી  વિશ્વકર્માએ આ પ્રસંગે ચૌધરી વિદ્યાલયની વિદ્યાર્થીની ઓની સાથે સંવાદ કરતા કહ્યું હતું કે,આપણે પોતાના જીવનમાં ગાંધીજીના જીવન મૂલ્યોમાંથી કોઈ એક સારા વિચારનો અમલ કરવો જોઈએ. જેમાંથી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ,પાણી બચાવવું,અન્નનો બગાડ કરવો નહીં, અનુસાશન, સત્ય બોલવું, સ્વચ્છતાના આગ્રહી બનવું‌ અને સમયનું પાલન કરવું વગેરે અપનાવી શકાય.

    તેમણે જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચાર સાથે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ભારતને વધુને વધુ 'આત્મનિર્ભર' બનાવવા આપણા દેશમાં  જ બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સૌ ભારતીયો અનુરોધ કર્યો છે,આ સ્વદેશી વિચારને આપણે સૌએ પોતાના દૈનંદિન જીવનમાં અપનાવવો જોઈએ.

    આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ,શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે,વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, ઉચ્ચ અધિકારીઓ, નગરજનો તેમજ જે.એમ.ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply