Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર વન વિભાગે કરી કોકંણી પાડા જંગલ વિસ્તારમાં વાઘ હોવાની પૃષ્ટિ

Live TV

X
  • મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા કોકંણી પાડા જંગલ વિસ્તારમાં વાઘ હોવાની પ્રાથમિક પૃષ્ટિ કરવામાં આવી છે

    મહારાષ્ટ્રના કોકંણી પાડા જંગલ વિસ્તારમાં વાઘ હોવાની પ્રાથમિક પૃષ્ટિ મહારાષ્ટ્ર વન વિભાગે કરી છે. થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં બકરી ચરાવતા ભીમસીંગ કોંકણી નામના ઈસમ પર વાઘે જીવલેણ હુમલો પણ કર્યો હતો, જો કે આ હુમલામાં તેનો આબાદ બચાવ થયો હતો. હાલ તે સારવાર હેઠળ નંદરબાર હોસ્પિટલમાં છે. જો કે આ ઘટના બાદ વાધ જોવા મળ્યો નથી. મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે વાઘની પૃષ્ટિ કરવામાં આવી છે. તો બીજી બાજુ તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયુ છે પરંતુ વાઘના નિશાન મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે જો વાઘની વાત સાચી હશે તો મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લા સહિત તાપી જિલ્લામાં 31 વર્ષ પછી વાઘની ત્રાડ લોકોને સાંભળવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply