Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ રહ્યા છે મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો

Live TV

X
  • સમાજનું ઘડતર કરનાર શિક્ષકો પણ લોકશાહીના પર્વને ઉજવવા ઉત્સાહભેર જોડાયા

    લોકસભા ચુંટણીને અનુલક્ષી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. જેમાં સમાજનું ઘડતર કરનાર શિક્ષકો પણ લોકશાહીના પર્વને ઉજવવા ઉત્સાહભેર જોડાયા છે. 

    જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા લુણાવાડા સંતરામપુર વીરપુર અને બાલાસિનોર ખાતે મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોબ એક્ટીવીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, પ્રાંત અધિકારી આનંદ પાટિલ, પ્રોબેશનલ આઈએએસ મહેંક જૈન, જિલ્લા પ્રાથમિક પ્રાથમિક શિક્ષણઅધિકારી અવનીબા મોરી સહીત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. 

    આ મતદાન જાગૃતિ રેલી લુણેશ્વર મહાદેવ મંદિરથી નીકળી કોટેજ ચોકડી સુધી પહોંચી હતી. જેમાં મતદાન જાગૃતિના ગરબા, ગીત, નાટક, પ્રતિજ્ઞા અને સુત્રોચ્ચાર સહીતની વિવિધ એકટીવીટી કરવામાં આવી હતી. ખાસ કરીને મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવુત્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કલેકટર,ડીડીઓ સહીતના અધિકારીઓએ સમગ્ર રેલી દરમિયાન શિક્ષકોની આ મતદાતાઓને જાગૃત કરવા માટેની વિશેષ પ્રવુત્તિમાં જોડાઈને સમગ્ર ટીમને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.  

     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply