મહેસાણાઃ વિસનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
Live TV
-
મહેસાણાઃ વિસનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહીં જુદી જુદી 17 જેટલી યોજનાનો લાભ લોકોને સરળતાથી મળી રહી તે માટે આ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો 200 લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત પશુ નિદાન કેમ્પ ,રેશન કાર્ડ, મતદાર રજીસ્ટ્રેશન, વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને અન્ય યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાન અંતર્ગત 4 લાભાર્થીઓએ પોતાની સફળ ગાથા પણ રજૂ કરી હતી.
