Skip to main content
Settings Settings for Dark

મહેસાણામાં 21 હજારથી વધુ લાભાર્થીઓને ફ્રી ગેસ સિલિન્ડરનો મળ્યો લાભ

Live TV

X
  •  કોરોનાની મહામારીમાં સરકાર ગરીબોની વ્હારે આવી છે. લોકોને પૈસાના અભાવે ગેસ સિલિન્ડર ભરાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ માસ સુધી વિના મૂલ્યે ત્રણ ગેસ સિલિન્ડર આપવાનું નક્કી કરેલ છે.જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના ૧,૨૫,૫૮૬ લાભાર્થીઓને આગામી ત્રણ મહિના સુધી ત્રણ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે મળશે. સિલિન્ડરની કિંમતની રકમ સીધી લાભાર્થીના બેન્કના ખાતામાં જમા કરવામાં આવી રહી છે.

      મહેસાણાના કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત ૧,૨૫,૫૮૬ લાભાર્થીઓને ઉજજવલા કનેકશન આપવામાં આવ્યા છે. જે પૈકી  મહેસાણા જિલ્લામાં 21600 ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે.
          હાલમાં કોરોના વાયરસની મહામારીના કપરા સમયમાં કેન્દ્ર સરકારે ઉજજવલા યોજનાના ગ્રાહકોને મદદરૂપ થવા માટે આવનાર ૩ મહિનામાં ૩ ગેસ સિલિન્ડર વિનામુલ્યે આપવાની જાહેરાત કરી છે, જે માટે દરેક ગેસ એજન્સીઓ પણ આ સૂચનાનો  અમલ કરી રહી છે.
        
    મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પારુલ ગેસ એજન્સી ધરાવનાર અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની ત્રણ માસ માટે ઉજવલા ગ્રાહકો ને ફ્રી ગેસ સિલિન્ડર આપવા માટે ની યોજનાનો અમે પેમ્ફ લેટ તથા જાહેરાત કરી લોકોને જણાવીએ છીએ. અત્યાર સુધી અમે 600 બોટલ આપી છે. અને લોકો ને આ યોજના વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

        ભારત સરકારની સૂચના મુજબ  દરેક ઉજજવલા લાભાર્થી એપ્રિલ-૨૦૨૦થી જુન-૨૦૨૦ સુધીમાં વિનામુલ્યે ૩ ગેસ સિલીન્ડર લઇ શકશે. એક ગેસ સિલીન્ડર રીફીલ કરાવ્યા બાદ બીજો ગેસ સિલીન્ડર રીફીલ ૧૫ દિવસ પછી કરાવી શકશે.

    દરેક ઉજજવલા ગ્રાહકોને વધુમાં વધુ ડિઝિટલ પેમેન્ટ કરવામાં સહયોગ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply