ગાંધીનગર: રાજ્યમાં છૂટછાટ આપવાના માસ્ટર પ્લાનની આજે જાહેરાત કરશે સરકાર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરંન્સના માધ્યમથી રાજ્યમંત્રી મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો , બાંધકામ અને આર્થિક ગતિવિધીઓમાં છુટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર આ માસ્ટર પ્લાનની જાહેરાત કરશે.
આ ઉપરાંત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોઇ જીલ્લા, તાલુકા, નગર કે ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જીલ્લા કલેકટરોને પ્રભારી મંત્રીઓના પરામર્શમાં રહીને માસ્ટર પ્લાન ઘડી તેનો અમલ કરવાની સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
