રાજ્યમાં કોરોના વાયરસના નવા 105 કેસ સાથે કુલ 871 કેસ : ડૉ. જયંતિ રવિ
Live TV
-
કોરોના વાયરસ નામની મહામારી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહી છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગત રાતથી આજ સવાર સુધીમાં ગુજરાતમાં આવેલા નવા કેસો અંગેની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં નવા કેસ 105 નોંધાયા છે. 3ના મોત થયા છે કુલ કેસ 871 થયા છે. તો આ સાથે જ અમદાવાદમાં જ 42 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
