નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના 2 કેસ, પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહેવાની કરાઇ અપીલ
Live TV
-
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ આવતા નર્મદા જિલ્લો ગ્રીન ઝોન માંથી હવે ઓરેન્જ ઝોન માં આવી ગયો છે. આ સ્થતિમાં લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો નો સઁદેશ સાથે નર્મદા પોલીસ દ્વારા અનેક પ્રયત્ન કરી લોકોને ઘરમાં રહેવા માટે જાગૃત કરવામાં આવે છે. જિલ્લા પોલીસ દ્વારા આદિવાસી વિસ્તાર માં આદિવાસી ને જાગૃત કરવા માટે એક નવો પ્રયોગ શોધી કાઢવામાં આવ્યો છે.
જિલ્લામાં સાગબારા ડેડીયાપાડા વિસ્તાર ના અંતરિયાળ વિસ્તારો માં આદિવાસીઓ ગુજરાતી કે હિન્દી ભાષા સમજતા નથી, પણ પોતાની આદિવાસી ભાષા સમજે છે ત્યારે આ માટે કોરોના થી બચવા માટે પોલીસે પણ લોકજાગૃતિ માટે તેમની આદિવાસી ભાષા માં એનાઉન્સ માટે એક રીક્ષા ફેરવવામાં આવી રહી છે જેમાં ગામનો જ આદિવાસી પોતાની આદિવાસી ભાષા માં લોકોને સમજણ આપી રહ્યા છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો આ બાબતે પોલીસ ને પણ ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે પોલીસ ના આ અભિગમ થી અંતરિયાળ ગામડાઓ માં પણ લોક ડાઉન ની જાગૃતિ આવી છે
