અમદાવાદ બાદ સુરતના પાંચ વિસ્તારોમાં પણ લદાયો કરફ્યુ
Live TV
-
સેન્ટ્રલ સુરતમાં આવેલા સલાબતપુરા, મહીધરપુરા, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યુ રહેશે
અમદા વાદ બાદ સુરતમાં પણ રાજ્ય સરકારે આગામી ૨૨મી એપ્રિલ સુધી કરફ્યુનો અમલ કરવાની જાહેરાત કરી છે.. જેમાં સેન્ટ્રલ સુરતમાં આવેલા સલાબતપુરા, મહીધરપુરા, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યુ રહેશે.. સેન્ટ્રલ સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. બપોરે એક થી ચાર દરમિયાન કરફ્યુમાં છુટછાટ આપવામાં આવશે અને તેમાં માત્ર દુધ અને શાકભાજી જ મળી શકશે.. ત્યારે આ વિસ્તારોમાં બીએસએફ અને આરએએફ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સતત પેટ્રોલીગં શરુ કરી દેવાયુ છે..
