Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમા છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ લોકોનું થયું સ્ક્રીનિગ : મ્યુ કમિશનર વિજય નેહરા

Live TV

X
  • ધારાસભ્ય ઈમરાના ખેડાવાલાના સંપર્કમાં આવેલ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડિંગ છે.

     

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ દરમિયાન શહેરમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, શહેર વિસ્તારમાં કોરોનાના 433 કેસ નોંધાયા હતા તેમાં 2 કેસ નવા ઉમેરાયા છે અને અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 8,687 સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 747 ટીમ દ્વારા 1 લાખથી વધુ ઘરમાં 4 લાખથી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ઈમરાના ખેડાવાલાના સંપર્કમાં આવેલ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડિંગ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply