મહેસાણા ખાસે નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇએ જણાવ્યું હતું કે મહેસાણા શહેરનો યોજના બદ્ધ વિકાસ થઇ રહ્યો છે.
મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇએ જણાવ્યું હતું કે મહેસાણા શહેરનો યોજના બદ્ધ વિકાસ થઇ રહ્યો છે. શહેરમાં વિવિધ સુવિધાઓ ઉપલ્બધ થવાના કારણે રોજગારની અનેક તકો નિર્માણ પામી છે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી દ્વારા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે રૂ.૨૩.૩ કરોડના ખર્ચે ઓ.જી વિસ્તાર માટે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, રાઇઝીંગ પ્લાન, ટ્યુબવેલ, ઇ.એસ.આર તેમજ પમ્પીંગ મશીનરી ઇન્સ્ટોલેશન, સાથે ,રૂ. ૯.૨૩ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષને અદ્યતન બનાવવાની કામગીરી, અને રૂ. ૪.૯૪ કરોડના ખર્ચે ,પાલીકાની હદમાં ,વરસાદી પાણીના નિકાલ માટે, બોક્ષ ડ્રેઇન નિર્માણ કામગીરીનું, ખાતમુર્હુત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સાથે સાસંદ જયશ્રીબહેન પટેલ, ઉપરાંત પાલિકાના પ્રમુખ સહિત ,અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
