Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ચલચિત્ર નીતિ કરી જાહેર

Live TV

X
  • રાજ્યસરકાર દ્વારા જૂની નીતિની નડતરરૂપ જોગવાઇઓ રદ કરવામાં આવી છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાતી ચલચિત્ર નીતિ જાહેર કરવામાં આવી છે.  આ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા  ગ્રેડીંગ માટે નવી ત્રણ કેટેગરી  A પ્લસ  E અને F ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત આર્થિક સહાયની રકમમાં  રૂપિયા 25 લાખ સુધીનો વધારો કરી  રૂપિયા 75 લાખ કરવામાં આવ્યો છે.  તો ગ્રેડીંગ માટે લઘુતમ ગુણના ધોરણો  41થી ઘટાડીને 21 કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત ભારત સરકાર દ્વારા, સ્વર્ણ કમલનો પુરસ્કાર, એનાયત કરવામાં આવે તેવા  ગુજરાતી ચલચિત્રને  રૂપિયા 2 કરોડની સહાય મળવાપાત્ર થશે.  આ ઉપરાંત અરજી કરવા માટે  સેન્સર સર્ટિફિકેટની તારીખના બદલે  ફિલ્મ રિલીઝ થયાની તારીખ  ધ્યાને લેવામાં આવશે.  તો રાજ્યસરકાર દ્વારા જૂની નીતિની નડતરરૂપ જોગવાઇઓ રદ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply