મહેસાણા જિલ્લાના વસાઈ ગામે મહાશિવરાત્રીની અનોખી રીતે ઊજવણી કરવામાં આવી
Live TV
-
ગામજનો દ્વારા શિવાલયનાં પ્રાંગણમાં 3500 પંખીઓ વસવાટ કરી શકે તેવું પંખીઘર બનાવ્યું છે
મહેસાણા જિલ્લાના વસાઈ ગામે મહાશિવરાત્રીની અનોખી રીતે ઊજવણી કરવામાં આવી હતી. ગામજનો દ્વારા શિવાલયનાં પ્રાંગણમાં 3500 પંખીઓ વસવાટ કરી શકે તેવું પંખીઘર બનાવ્યું છે. દિવસે દિવસે વૃક્ષો ઓછા થવાથી ગગન વિહાર કરતા પંખીઓ માટે વસવાટ મુશ્કેલ બન્યો છે ત્યારે લોકો જીવદયા માટે આગળ આવી રહ્યા છે અને અનેક પક્ષીઓ એક જગ્યાએ પર રહી શકે એવા પંખીઘર દાતાઓના સહયોગથી બનાવી રહ્યા છે. ગામજનોએ મહાશિવરાત્રિનાં પાવન દિવસને આ રીતે ઊજવી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ગૃહ મંત્રી નરેશ રાવલ, વિજાપુર ધારાસભ્ય રમણ પટેલ સહીત ગ્રામજનો મોટી સંખ્યા હજાર રહ્યા હતા
