મોરબી: હળવદના ૫૩૪ મા સ્થાપના દિવસની પરંપરાગત રીતે કરવામાં આવી ઉજવણી
Live TV
-
મોરબીમાં આવેલ હળવદના ૫૩૪ મા સ્થાપના દિવસની અમર મહેલ હળવદ ખાતે પરંપરાગત રીતે હળવદ-ધાંગધ્રા રાજપરિવાર, સમાજના શ્રેષ્ઠીઓ અને નગરજનોની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વિધિવત ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં રાજમહેલ ચોક સ્થિત ઐતિહાસિક હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન વિધિ કરી અને રાજરાજેશ્વરી આદ્યશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને શરણેશ્વર દાદાના દર્શન કરી પ્રયાણ કરવામાં આવ્યું હતું
