ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં કેબિનેટની બેઠક મળી
Live TV
-
આજે ગાંધીનગર ખાતે ના સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આજની કેબિનેટની બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓ, સચિવ દ્વારા કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રી સાથે વિભાગીય રજૂઆતો, પ્રજા લક્ષી બજેટની તૈયારી કરવા માટેનો ચિતાર રજૂ કર્યો હતો. કોરોના ગાઈડ લાઈન મુજબ રાજ્યના આરોગ્ય વિભાગના અહેવાલ, રસીકરણ ઝુંબેશ અને અન્ય આરોગ્ય વિભાગની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે અંગેની સામિક્ષા કરી સુધારા સાથે આગામી કાર્ય કરવા માટેનો ચિતાર રજૂ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં પણ કેટલાક પ્રશ્નો અંગે ચિંતન કરી ટેકાના ભાવે ખરીદી ની યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ થી શરૂ થતાં ભૂપેન્દ્ર પટેલ સરકારના પહેલા બજેટ સત્ર ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
