મહેસાણા જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયું
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 સંદર્ભે જિલ્લા માહિતી કચેરી મહેસાણા ખાતે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ. નાગરાજ દ્વારા રીબીન કાપીને મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મિડીયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે. જેના થકી પત્રકારો તથા સામાન્ય નાગરિકોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી લોકસભા ચૂંટણી સંદર્ભે માહિતી કચેરીની પ્રચાર-પ્રસારની કામગીરીને બિરદાવી હતી. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણીલક્ષી વિગતો, લોકસભા ચૂંટણી કાર્યક્રમ, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા, ઇવીએમ વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ ITએપ, સક્ષમ એપ, વોટર હેલ્પલાઇન એપ, નો યોર કેન્ડીડેટ, વોટર હેલ્પલાઇન એપ, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદારોની વિગત, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ટીમોની રચના, મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારોના માર્ગદર્શન માટે દિશા નિર્દેશ, મતદારયાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા, વોટર હેલ્પલાઇન એપના ફાયદા, સી -વિજિલ મોબાઇલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મિન અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
