Skip to main content
Settings Settings for Dark

રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) માટે ઓનલાઈન અરજીની મુદ્દત 30 માર્ચ સુધી લંબાવાઈ

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ મળે તે માટે RTE (રાઈટ ટૂ એજ્યુકેશન) અન્વયે ધોરણ 1માં વિનામુલ્યે પ્રવેશ આપવા આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 14 માર્ચ થી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા જેની મુદત આજે પૂર્ણ થતા શિક્ષણ વિભાગ દ્વારા આ મુદતને 30 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. 

    આગામી શૈક્ષણિક વર્ષ 2024-25નાં જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-1માં વિનામુલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા તા.5મી માર્ચના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તા.14 માર્ચથી તા. 26 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે 13 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

    આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ હતી. જેને ધ્યાને લઈ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 30 માર્ચે રાત્રીનાં 12.00 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી, તા. 27 માર્ચથી 30 માર્ચ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/  પર જઈ અરજી કરી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply