માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પર ગૃહમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી માહિતી
Live TV
-
વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વતી માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આપ્યો હતો જવાબ. તેમણે માહિતી આપતા કહ્યું કે માર્ગ અને મકાન વિભાગ માટે વર્ષ 2024-25 માટે કુલ રૂપિયા 22,163 કરોડની માતબર રકમની ફાળવણી રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. રાજયનાં સૌથી વઘુ મહત્વ ઘરાવતા અને સૌથી વઘુ ટ્રાફીકનું વહન કરતા કોર રોડ નેટવર્ક વાળા માર્ગોને સુદ્રઢ કરવા માટે રૂ.700 કરોડ જેવી જંગી રકમની જોગવાઇ કરાઈ છે. ગુજરાત દેશના સૈાથી વઘુ ઔદ્યોગિક વિકાસ પામેલા રાજયોમાનું એક છે. આ ઐાદ્યોગિકરણની પ્રગતિને જાળવી રાખવા અને ખાણ ખનિજ પેદાશોની સરળ, સલામત અને ઝડપી હેરાફેરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના GIDC એસ્ટેટ, ઔદ્યોગિક સંકુલો, ખાણ/ખનીજ ઉત્ખનન ક્ષેત્રને વિભાગ હસ્તકના રસ્તાઓ મારફતે મુખ્ય રસ્તાઓ, નેશનલ હાઇવે કે રાજ્ય ધોરીમાર્ગ સુધી જોડવા માટે નવી બાબત તરીકે ''રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ખાણ ખનિજ વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા,અપગ્રેડેશન,વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરીનો રૂપિયા 1200 કરોડની અંદાજી રકમથી સમાવેશ કરી રૂપિયા 450
કરોડની જોગવાઈસૌથી વઘુ લાંબો દરીયાકિનારો ઘરાવતા રાજયના બંદરોના વિકાસની શકયતાઓને વિસ્તારવા માટે બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા, વાઈડનીંગ તથા મજબુતીકરણ માટેનાં નવા કામો હાથ ઘરવા રૂપિયા 800 કરોડની અંદાજી રકમથી સમાવેશ કરી રૂપિયા 300 કરોડની જોગવાઇ. રાજ્યના સુવિકસીત વિશાળ માર્ગો અને પુલોના નેટવર્કની જાળવણી માટેનિયમિતપણે અને નિયત પઘ્ઘતિએ આ નેટવર્કની પરિસ્થિતિનું સમયસર આકલન થાય તે માટેઅલગથી રૂ.100 કરોડની અંદાજીત રકમની નવી બાબતનો સમાવેશ તથા તે માટે રૂ.35 કરોડની જોગવાઇ છે. તેવું તેમણે જણાવ્યું હતું
નાગરીકોને તમામ સુવિઘાઓ એક જ સ્થળેથી મળી રહે તેવા રાજય સરકારના અભિગમને આગળ વઘારવા અને રાજયના વહીવટને સુચારૂ રૂપે ચલાવતા વહીવટીતંત્રની જરૂરીયાતને અનુલક્ષીને કેટલીક નવી બાબતોનો સમાવેશ કે જેમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની અને બંધારણીય કચેરીઓ માટે બહુમાળી મકાનો, વસ્ત્રાપુર અમદાવાદ ખાતે વિવિઘ કચેરીઓ માટે બહુમાળી મકાન, તથા રાજયના અન્ય જીલ્લા અને તાલુકા મથકોએ બહુમાળી મકાનોનાં બાંઘકામ માટે નવી બાબતોનો કુલ રૂ.59.63 કરોડની જોગવાઇ સાથે સમાવેશ કરાયો છે.
