Skip to main content
Settings Settings for Dark

મિશન મંગલમ: આત્મનિર્ભર ગુજરાતની મહિલા શક્તિનું પ્રતીક

Live TV

X
  • મિશન મંગલમ: આત્મનિર્ભર ગુજરાતની મહિલા શક્તિનું પ્રતીક

    ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી 'મિશન મંગલમ' યોજના લાખો ગ્રામીણ અને શહેરી ગરીબ મહિલાઓના જીવનમાં આર્થિક આત્મનિર્ભરતા અને સશક્તીકરણ લાવવાનો મજબૂત સંકલ્પ સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, આ યોજના મહિલાઓ માટે આશાનું કિરણ બનીને 'આત્મનિર્ભર ગુજરાત અને હર ઘર સ્વદેશી'ના સંકલ્પને સાકાર કરી રહી છે.

    ગાંધીનગર મેટ્રો સ્ટેશન, સેક્ટર-1 ખાતે સફળતાપૂર્વક સંચાલિત 'મંગલમ કેન્ટીન' આ યોજનાની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.

    આ કેન્ટીનની સફળતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પુષ્પાબેન પરમાર અને કલોલ તાલુકાના વૈશાલીબેન રાઠોડ જેવી હજારો મહિલાઓના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. પુષ્પાબેન પરમાર મિશન મંગલમ હેઠળ રચાયેલા 'જય ચામુંડા' ગ્રુપ સાથે જોડાયા હતા. રાજ્ય સરકારે સખી મંડળોને બેંક સાથે જોડાણ કરાવીને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જેનાથી તેમને નાનું ધિરાણ મેળવવું સરળ બન્યું. પુષ્પાબેને પ્રથમ વખત ₹1 લાખ અને બીજી વખત ₹4 લાખની લોન મેળવી હતી. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી, પુષ્પાબેન અને વૈશાલીબેને સાથે મળીને ગાંધીનગર સેક્ટર-01 મેટ્રો સ્ટેશન ખાતે કેન્ટીન બનાવી પોતાનો સ્વ ઉદ્યોગ શરૂ કર્યો છે. આજે પુષ્પાબેનનું સખી મંડળ વાર્ષિક અંદાજે ₹6 લાખ સુધીની આવક મેળવી રહ્યું છે, જે તેમના પરિવારો માટે ગૌરવ અને આર્થિક સુરક્ષા લઈને આવ્યું છે.

    તાજો અને શુદ્ધ નાસ્તો

    મંગલમ કેન્ટીનમાં સવારે 8 થી સાંજે 7:30 વાગ્યા સુધી ગ્રાહકોને ગરમ ગરમ નાસ્તો જેમ કે, થેપલા, આલુ પરાઠા, મેગી, પૌંઆ, સમોસા અને ઢોકળા તેમજ ચા-કોફી પૂરા પાડવામાં આવે છે. આ બંને બહેનો કેન્ટીનમાં તમામ વસ્તુઓ તાજી અને શુદ્ધ સીંગતેલથી જ બનાવવાની ગુણવત્તા જાળવે છે.

    બેંક ધિરાણ થકી લાખો મહિલાઓ આત્મનિર્ભર

    મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળોને બેંકો સાથે જોડીને રિવોલ્વિંગ ફંડ અને બેંક ધિરાણ મેળવવામાં મદદ મળી છે. પરિણામે, લાખો સખી મંડળોએ અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયાનું ધિરાણ મેળવીને આત્મનિર્ભરતા હાંસલ કરી છે. મિશન મંગલમ યોજનાએ પુરવાર કર્યું છે કે જ્યારે રાજ્ય સરકાર ગરીબી નાબૂદીના હેતુથી મહિલાઓને કેન્દ્રમાં રાખીને નક્કર નીતિઓ બનાવે છે અને તેને નિષ્ઠાપૂર્વક અમલમાં મૂકે છે, ત્યારે સામાજિક અને આર્થિક પરિવર્તનની લહેર સમગ્ર રાજ્યમાં જોવા મળે છે, જેના થકી મહિલાઓ આજે આત્મનિર્ભર ગુજરાતના સપનાને સાકાર કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply