Skip to main content
Settings Settings for Dark

મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઈકોનું ટાયર ફાટતાં ત્રણના મોત

Live TV

X
  • પાટણની અંબાપાર્ક સોસાયટીમાં રહેતો 70 વર્ષીય જગદીશ પરસોત્તમભાઈ જોશીનો પરિવાર રવિવારે બપોરે મીનાવાડા ગામે દશા માની બાધા પૂરી કરવા ઇકો ગાડીમાં નીકળ્યો હતો. મહેસાણા નજીક જગુદણ ચોકડી પાસેથી પસાર થતાં ગાડીનું ટાયર અચાનક ફાટી ગયું, જેના કારણે ઇકો પલટી ખાઈ ગઇ. આ દુર્ઘટનામાં જગદીશભાઈ, તેમની પત્ની સંતોષબેન અને 3 વર્ષના પૌત્ર ધીરજનું ઘટના સ્થળે જ દુ:ખદ મોત થયું. આ અકસ્માતમાં જોશી દંપતીના પુત્ર અનિલભાઈ, પુત્રવધૂ રીનાબેન, દોઢ વર્ષના પૌત્ર અને ગાડીના ડ્રાઇવર સહિત ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા. દિવાળીના તહેવારો દરમિયાન આ દુર્ઘટનાથી જોશી પરિવારના ત્રણ સભ્યોના અવસાનને કારણે પરિવાર અને સંબંધીઓમાં ગમગીન માહોલ છવાઈ ગયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply