Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલીથી ભુજ-નલિયા રેલ્વે લાઇનના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમરેલીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભુજ-નલિયા રેલ્વે લાઇનના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ 1101.4 કિલોમીટરનો રેલવે લાઈન પ્રોજેક્ટ રૂ. 100 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતના કચ્છ પ્રદેશમાં પરિવહન ખર્ચમાં ઘટાડો કરશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.

    આ વિશાળ પ્રોજેક્ટમાં ચોવીસ મોટા બ્રિજ, અઢીસો નાના પુલ, 3 રોડ ઓવરબ્રિજ અને ત્રીસ અંડરબ્રિજનું નિર્માણ સામેલ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરામાં લશ્કરી વિમાન C-295ના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ આજે વડોદરામાં લશ્કરી વિમાન C-295ના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. ભારતમાં મિલિટરી એરક્રાફ્ટ માટે આ પ્રથમ ખાનગી ક્ષેત્રની અંતિમ એસેમ્બલી લાઇન છે જેમાં એરક્રાફ્ટના ઘટકોને એસેમ્બલ કરવામાં આવશે અને અંતે તેનું ઉત્પાદન કરવામાં આવશે. ટાટા ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવા મોટા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો પણ યોગદાન આપશે. વડોદરા પહોંચીને બંને નેતાઓ રોડ શો કરશે અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply