મુંબઇ-કેશોદ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
Live TV
-
જૂનાગઢના કેશોદ ખાતે નવીનીકરણ કરાયેલા એરપોર્ટનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધા સાથે કેશોદ એરપોર્ટનું આધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે
આ એરપોર્ટ ઉપરથી કેશોદ મુંબઈ તેમજ મુંબઈ કેશોદ ફ્લાઇટની અવરજવર થશે આ નવીનીકરણ પામેલા કેશોદ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.
કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરુ થવાથી તેનો સીધો લાભ વેપાર અને ઉદ્યોગોને તો મળશે. સાથે-સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને પણ તેનાથી વેગ મળશે. દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા સાસણ, જૂનાગઢ અને સોમનાથના મધ્યમાં કેશોદ આવેલું છે. ત્યારે કેશોદ એરપોર્ટના નવીનીકરણ સાથે મુંબઇની વિમાની સેવાનો પ્રારંભ થતાં દેશ-વિદેશના પ્રવાસીઓની યાત્રા સુવિધામાં વધારો થશે.
