Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ આંતરમાળખાકીય સુવિધા, પાણી, ડ્રેનેજ, રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવા 1116 કામો મંજૂર થયા

Live TV

X
  • રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 587.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. 25.77 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
        

    વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-66 જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 2016-17 થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 499.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. 
        

    આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ 381 કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ 775 કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા 1116 કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply