શ્રમ અને રોજગાર મંત્રીએ કૌશલ્ય યુનિવર્સિટીની વેબસાઇટ અને એડમીશન પોર્ટલનો કરાવ્યો આરંભ
Live TV
-
રાજ્ય સરકારે, યુવાનો પોતાની રૂચિ મુજબ વિવિધ ઉદ્યોગોની તાલીમ મેળવે અને શિક્ષણની સાથે આવક પણ મેળવે તે હેતુથી કૌશલ્ય યુનિવર્સિટી શરૂ કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાએ ગઇકાલે અમદાવાદમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતેના કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ આપતી કૌશલ્ય યુનિવર્સિટીની વેબસાઇટ અને એડમીશન પોર્ટલનો આરંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે, રાજ્યની ITI સંસ્થાઓમાં ડ્રોનની તાલીમ અંગેના ખાસ કોર્સ શરૂ કરાશે.
શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અમદાવાદના શીલજ ખાતે 20 એકર જમીનમાં કૌશલ્ય યુનિવર્સિટીના ભવનનું નિર્માણ થશે. સૂચિત યુનિવર્સિટીમાં 9 પ્રકારના ડિગ્રી અભ્યાસક્રમો અને 75 જેટલા સર્ટિફીકેટ કોર્સ ચલાવવામાં આવશે.
આ સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને તાલીમ સાથે સ્ટાઇપેન્ડ પણ મળશે. આ પ્રસંગે કૌશલ્ય યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વિકટોરીયા યુનિવર્સિટી સાથે ઓનલાઇન સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
