મોરબી જિલ્લાના ટંકારાનું વાધગઢ ગામ રાજ્યનું સૌપ્રથમ વ્હાઇટ વિલેજ બન્યું
Live TV
-
રાજ્યમાં એવા પણ ગામ છે કે જે ગ્રામજનોના સહયોગથી શહેરોની સુવિધાઓને ઝાંખી પાડી રહ્યા છે. મોરબી જિલ્લાના ટંકારાનુ વાધગઢ ગામ રાજ્યનુ સૌપ્રથમ વ્હાઇટ વિલેજ બન્યું છે. ગામના જ એક શિક્ષકના માર્ગદર્શનથી ગામના 95 ટકા મકાનોને સફેદ રંગ કરવામાં આવ્યો છે. આ અંગે ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે જે રીતે સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે એ જ રીતે અમારા ગામમાં પણ સમરસતા અને શાંતિનો સમન્વય છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમારા વાધગઢ ગામમાં અમે સર્વે ગ્રામજનો સાથે મળીને યોગ અને સફાઈ સહિતના કાર્યો એક સંપ થઈને કરીએ છીએ. અમારી શાળાના શિક્ષકના માર્ગદર્શનથી આખા ગામમાં સફેદથી રંગ લગાવવામાં આવ્યો છે. જેનાથી ગામમાં શાંતિ, સૌહાર્દ અને એકતા વધી છે. મોરબી જિલ્લાના ટંકારાનુ વાધગઢ ગામમાં 7 વર્ષમાં 4000 થી 4500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, અને દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 500 થી 1000 હજાર જેટલા વૃક્ષોની રોપણી થાય છે.
