મુખ્યમંત્રીએ ગાંધીધામ ખાતે 176 કરોડ રૂ.ના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે. આજે તેઓએ ગાંધીધામમાં, મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા 176 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીધામના ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું 'ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ' નામકરણ કરવામા આવ્યું હતું. તેમજ ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર, કચ્છની વાયબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ મહત્વની બની રહેશે. 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનું છે. તે માટે શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાનું આયોજન કરવું છે. સસ્ટેનેબલ સીટીઝના નિર્માણમાં આગળ વધીએ અને ગાંધીધામ તેમાં લીડ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
