તાનારીરી મહોત્સવ 2025 : સંગીત કલાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા મુખ્યમંત્રીનું આહવાન
Live TV
-
સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે આ યોજના અંતર્ગત શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પૌરાણિક હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે લાઇટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કર્યો. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, વડનગરની ભૂમિમાં કંઈક એવું સત્વ-તત્ત્વ રહેલું છે કે અનાદિકાળથી અહીં સમર્પણ અને સેવા સાધનાની પરાકાષ્ઠા વિકસી છે.
સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે આ યોજના અંતર્ગત શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પૌરાણિક હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે લાઇટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ તેમની કલાના સન્માન ખાતર આપેલ આત્મબલિદાનની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં તાના-રીરી મહોત્સવ અને વર્ષ 2010માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
