Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ખરીદી થશે શરૂ

Live TV

X
  • તા. 24 નવેમ્બર, સોમવારથી આગામી તા. 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરાયા છે. ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.

    રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ખરીદી થશે શરૂ. રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો પર 31 જાન્યુઆરી, 2026 સુધી કરાશે ખરીદી. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરી છે. 

    રાજ્ય સરકાર તા. 24 નવેમ્બર, સોમવારથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે

    તા. 24 નવેમ્બર, સોમવારથી આગામી તા. 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરાયા છે. ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે. આ ખરીદી અન્વયે બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply