મુખ્યમંત્રીએ ટીપી અને ડીપીની 8 માસમાં 75 યોજનાઓ કરી મંજૂર
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસની નેમ સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ જ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસની નેમ સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ જ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. તેમણે જે ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપી છે તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને રર ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ર૦૧૮ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, ર૦૧૯માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે. મુખ્યમંત્રીએ જે ઝડપે ડ્રાફટ સ્કીમને મંજૂરી અપાય છે તેજ ગતિએ આ ડ્રાફટ ટી.પી.માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ સંબંધિત સત્તામંડળોને આપી છે.
