કાયદો બન્યા બાદ સુરતમાં ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો આવ્યો સામે
Live TV
-
એક મહિલાને તેમના પતિએ ત્રણ વાર ફોન પર તલાક તલાક કહી દેતા મામલો પોલીસ સુધીપહોંચ્યો હતો.
સુરતમાં ટ્રિપલ તલાકનો નવો કાયદો બન્યા બાદ તલાકનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાને તેમના પતિએ ત્રણ વાર ફોન પર તલાક તલાક કહી દેતા મામલો પોલીસ સુધીપહોંચ્યો હતો. હાલ તો પોલીસ પતિ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેરમાં રહેતી એક મહિલાને પોતાના પતિ વસીમ અશરખ ખાન પઠાણે ફોન પર ત્રણ વખત તલાક તલાક તલાક કહી દીધું હતું. બનાવને પગલે ગુરુવારની સાંજે મહિલા રાંદેર પોલીસ મથકે ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી જોકે વાતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા અધિકારીઓ પણ દોડતા થયા હતા. બાદમાં બીજા દિવસે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવીને ટ્રિપલ તલકના નવા કાયદા હેઠળ ફરિયાદ લઈને પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
